Saturday, 19 October 2013

કપડા પહેરતી વખતે , નહતી વખતે કે વાળ ઓળતી વખતે શાંતિભાઈ ને દુખાવો થતો હતો કારણ કે તેમને હાથ વધારે ઉંચો કરવો પડતો હતો . પરંતુ છેલ્લા કેટલાક દિવસ થી તેમને શર્ટ ના બટન બંધ કરતા પણ દુખાવો થવા લાગ્યો હતો।
                                                           વિશ્વાચી
                           આયુર્વેદ વિજ્ઞાન આ પ્રકાર ની સમસ્યા ને વિશ્વાચી ના નામથી ઓળખે છે . વિશ્વાચી નામની સમસ્યા માં ખભા થી માંડીને હાથ ની આંગળીઓ સુધી દુખાવો થતો હોય છે અને તેના કારણે હાથ થી થતા તમામ કામ માં અડચણ ઉભી થાય છે
જેવીરીતે પગમાં રાંઝણ -sciatica થાય છે .તેમાં sciatic nerve પર વાયુ ની ઉત્તેજના ની અસર ને કારણે દુખાવો થાય છે, તેવીરીતે હાથ માં પણ થતું હોઈ છે . આ દર્દ ક્યારેક એક હાથ તો ક્યારેક બંને હાથ માં પણ થઇ શકે છે .

આહાર અને જીવનશૈલી :
* વાસી ખોરાક : બપોર નો રાંધેલો ખોરાક સાંજે નહિ અને સાંજ નું બનાવેલું સવારે ના ખાવું જોઈએ , વસી ખોરાક અનેક પ્રકાર ના જીવાણું ઓ થી મલિન થઇ જાય છે અને વાયુ જેવા દોષો ઉત્પન્ન થતા પચવામાં ભારે થઇ જાય છે .
* ફ્રિઝ માં મુકેલો ખોરાક પણ વાસી  થઇ જાય છે . તેમાં પણ આથો આવાની પ્રક્રિયા શરુ થઇ જાય છે . અને ફ્રીઝ ની અંદર એક પ્રકાર ની ગંધ પણ આવતી હોય છે .ખોરાક વાસી થતા તેમાં વિષાક્ત તત્વો પેદા થાય છે જે શરીર માટે સ્વીકાર્ય બનતા નથી , આ અસ્વીકૃત તત્વો આમવીશ માં પરિણામે છે જે હાથ ના જ્ઞાનતંતુ ઓની કાર્ય  ક્ષમતા ખોરંભે છે

* દુખતા ભાગ પર electric bag થી અથવા રેતી ને ગરમ કરીને પોટલી વાળી હાથ પર શેક કરવો , શેક થી સ્થાનિક દોષો નું વિલયન થાય છે .
રસ ઔષધિ :
             લક્ષ્મીવિલાસ રસ અને બ્રીહદ વાત ચિંતામણી રસ ની એક એક ગોળી સવારે અને સાંજે મધ માં લસોટી લેવી જોઈએ .પરંતુ આ આયુર્વેદ નિષ્ણાત ની સલાહ મુજબ લેવું જોઈએ।
જીવિત પ્રદા વટી :
             ગળો , ગુગળ અને શિલાજીત ના સમન્વય થી તૈયાર થયેલું આ ઔષધ રસવાહી નાડીઓની શુદ્ધિ કરીને રસ નું અયન -વહન કરે છે અને ચીટકી ગયેલા દોષો નું નીર્હરણ કરે છે . જીવીતપ્રદા વટી ની એક એક ગોળી ત્રણ વાર પાણી સાથે ગલી લેવી।
એરંડ ભ્રષ્ટ હરીતકી :
               દીવેલ માં શેકીને બનાવેલી આ ફકીમાં નાની હિમેજ વપરાય છે , આ ફાકી ને નિયમિત રાત્રે સુતી વખતે લેવાથી પેટ સાફ રહે છે અને તેને કરને દુખાવા માં પણ રાહત રહે છે .

જયારે ખુબ જ દુખાવો રેહ ત્યારે જો થઇ શકે એમ હોઈ તો ગરમ પાણી પર ઉપવાસ કરવો જોઈએ, જે લોકો ના કરી શકે તેમને ભાત ના ઓસામાન માં ઘી નો વઘાર કરી થોડા મસાલા ઓ નાખી ને દિવસ માં 2-3 વાર પીવું જોઈએ .ભારે ખોરાક, અને કઠોળ ના લેવા .
આમ , યોગ્ય રીતે દવા અને અહર-જીવનશૈલી કરવાથી તમામ દુખાવા ઓ માં રાહત મળી શકે છે !!